આજે ( 17 નવેમ્બર 2019 ). અમારી 60 મી લગ્ન વર્ષ ગાંઠ છે :
સવારે ઉઠી ને જોઉં તો ,
ટેબલ પર એક કલાત્મક કાર્ડ હતું
ચારે કોરે ટાંક્યો તો ફૂલો નો હાર
ને , વચમાં કોતર્યા તા શબ્દો :
---------------------------
હું તો પડછાયા ની જેમ
સતત તમારી સાથે ,
કદીક આગળ ,
કદીક પાછળ ,
કદીક તમ સંગાથે ;
આગળ રહી ને ફૂલડાં વેરી ,
રાહ તમારી સજાવું ,
પાછળ રહી ને પીઠ પસરાવી
નિરાશા ને હટાવું ;
નથી દેખતી જયારે તમને
છત્તર થઇ રહુ માથે ;
કહેશો ના કદી દૂર છું ,
હું તો રહું છું
તમ સાથે , સાથે !
---------------------
- ભારતી
==============
મારા સાંઠ વર્ષ ના લગ્ન જીવન ની સૌથી કિંમતી ભેટ !
==============
મેં નીચે પ્રમાણે લખેલું :
પછાડે પછાડે તારી
તારા પર તપ્યાં
સંસાર ના સળગતા સૂરજ ,
બની શક્યો ના
તારો શીતળ છાંયો ;
પછાડે પછાડે તારી,
ચાલતો રહ્યો
બની ઓશિયાળો,
તું રૂપાળી નો
પડછાયો કાળો :
છુપાય જ્યારે સુરજ
સાગર ઉરે ,
સમેટી લેજે મને ,
પાલવ માં તારા
રાતભર
લપેટી લેજે મને
=============
અને હિન્દી માં લખ્યું
कुछ चला भी तो कैसे
------------------
संसार का सूरज सुलगता था ,
मानो तुज पर
आग बन के
आभ से बरसता था !
चाहा तो खूब
होता अगर पेड़ पलाश का ,
छाव बन कर छा जाता ;
कुछ चला भी तो कैसे !
बन के परछाई तेरी
पीछे पीछे !
तू रूप की रानी
और मै चला
बन के तेरी
परछाई काली ;
जब शाम ढले ,
और चले
सूरज सागर में
सो जाने ,
तब उठा लेना मुझे जमीं से ,
सिमट कर पल्लू में तेरे
दामन में तेरे
रात भर
बाँध रखना !
No comments:
Post a Comment